ભચાઉમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એક્શન મોડમાંનશાની હાલતમાં વાહન ચલાવતા સામે કડક કાર્યવાહી

0
31 ડિસેમ્બર નજીક આવતા જ ભચાઉ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. જાડેજા તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા ભચાઉ શહેર તેમજ હાઈવે વિસ્તારમાં વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.નવા વર્ષની શરૂઆત અને જૂના વર્ષની વિદાય દરમિયાન અનેક લોકો નશાની હાલતમાં ઝડપાતા હોવાના બનાવો સામે આવ્યા છે. તે સંદર્ભે નશાનો વેપાર કરનાર તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભચાઉ પોલીસે જુદા-જુદા સ્થળોએ બેથ એનાલાઈઝર મશીન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું.આ ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરના પગલે ગુજરાતના તમામ શહેરોની સાથે ભચાઉ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં પણ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી બુટલેગરો દારૂની હેરાફેરી કરી ન શકે.ભચાઉ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કાયદાનું પાલન કરે અને નશાની હાલતમાં વાહન ચલાવવાનું ટાળે, જેથી નવા વર્ષની ઉજવણી સલામત અને સુખદ બની રહે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top