થર્ટી ફર્સ્ટને લઈ લાકડીયા પોલીસ એક્શન મોડમાં, બેથ એનાલાઈઝરથી વાહન ચેકિંગ હાથ ધરાયું
December 30, 2025
0
થર્ટી ફર્સ્ટના અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા શહેર તથા હાઈવે વિસ્તારમાં વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નવા વર્ષના ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે
તેમજ નશાની હાલતમાં વાહન ચલાવવાની ઘટનાઓ અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચાલકોની બેથ એનાલાઈઝર મશીન વડે ચકાસણી કરવામાં આવી હતી. નશામાં વાહન ચલાવતા મળેલા વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાકડીયા પોલીસ દ્વારા લોકોને નશાની હાલતમાં વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી છે તથા સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા જણાવ્યું છે.લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા આવનાર દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી.
Share to other apps

