મુન્દ્રાથી સામખીયારી સુધી ચાલતો લખાનો દારૂનો વેપલો ક્યારે પોલીસની નજરે આવશે???
December 29, 2025
0
મુન્દ્રાથી લઈ સામખીયારી સુધીના વિસ્તારોમાં લખાના દારૂનો ગેરકાયદેસર વેપાર ધડાધડ ચાલી રહ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી છે. હોટલો, ઢાબાઓ તેમજ કેટલાક ખાનગી સ્થળોએ ખુલ્લેઆમ લખાનો દારૂ વેચાતો હોવા છતાં સંબંધિત પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.સ્થાનિકોનું કહેવું છે કે દારૂના આ ગેરકાયદેસર ધંધાના કારણે યુવાઓ ભટકી રહ્યા છે, માર્ગ અકસ્માતો વધી રહ્યા છે અને કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર મળી રહ્યો છે. અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો થવા છતાં આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થવી અનેક શંકાઓને જન્મ આપી રહી છે.સવાલ એ છે
કે મુન્દ્રાથી સામખીયારી સુધી ખુલ્લેઆમ ચાલતો આ દારૂનો વેપાર ક્યારે પોલીસની સાચી નજરે આવશે? શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે? જવાબદાર અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરી દોષિતો સામે કડક પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવી રીતે પગલાં ભરે છે કે પછી આ ગેરકાયદેસર વેપારને મૌન સહમતિ મળી રહેશે.
Share to other apps

