ભચાઉ ખાતે આઈશ્રી સોનલમાની બીજની ઉજવણી – પાલિકા દ્વારા તૈયાર કરાયેલા પેવરબ્લોક સાથેના શેડનું ઉદ્ઘાટન
December 29, 2025
0
ભચાઉ ખાતે ગઢવી (ચારણ) સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ચારણી નૂતન વર્ષ આઈશ્રી સોનલમાની બીજની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જસાભા ગઢવી તથા કમિટીના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં સોનલમાના ૧૦૨મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.ઉજવણીના પ્રારંભે આઈશ્રી જાલુમા, હાસબાઈમા તેમજ મોગલકુળ કબરાઉ દ્વારા આશીર્વચન પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભચાઉ નગરપાલિકા દ્વારા તૈયાર કરી આપવામાં આવેલા પેવરબ્લોક સાથેના શેડનું રિબન કાપી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, જનકસિંહ જાડેજા,
કુલદીપસિંહ જાડેજા, રામભા ગઢવી, પાલુભાઈ ગઢવી, નરેન્દ્રદાન ગઢવી, અશોકસિંહ ઝાલા, પિન્ટુદાન ગઢવી સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પુનાભા વિકલ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
Share to other apps

