પૂર્વ કચ્છમાં “બાબુ”નો દબદબો? ગેરકાયદેસર વીજ કનેકશન, મીઠાના કારખાના અને 20 લાખની ઠગાઈની ચર્ચાએ ગરમાવ્યો માહોલ

0
પૂર્વ કચ્છ વિસ્તારમાં “બાબુ” નામના એક વ્યક્તિના રાજકીય પ્રભાવ અને પૈસાની તાકાતના આધારે ગેરકાયદેસર ધંધાઓ મોટા પાયે ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ સ્થાનિકોમાં જોર પકડી રહી છે. ખાસ કરીને ગેરકાયદેસર વીજ કનેકશન લગાડવા અને સરકારી તંત્રને પડકારતી પ્રવૃત્તિઓ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.માહિતી અનુસાર ચોબારી ગામના એક યુવકને વીજ કનેકશન અપાવવાના બહાને આશરે 20 લાખ રૂપિયાનો ચૂનો મારવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જણાવવામાં આવે છે
કે યુવકના નામે વીજ કનેકશન લેવામાં આવ્યું હતું, પરંતુ તેને રૂપિયા પરત આપવામાં આવ્યા નથી. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પૂર્વ કચ્છ વિસ્તારમાં PGVCLના મીટર અને વીજ કનેકશન મેળવવા માટે સામાન્ય લોકો અને ગરીબ પરિવારોને વારંવાર ઓફિસોના ચક્કર કાપવા પડતા હોય છે, પરંતુ જ્યારે બાબુનું નામ આવે ત્યારે તરત જ મીટર અને કનેકશન મળી જતા હોવાની ચર્ચાઓ લોકો વચ્ચે ચાલી રહી છે. જેના કારણે લોકોમાં સવાલ ઊભો થયો છે કે આખરે બાબુ પાછળ કયા રાજકીય નેતાઓનો હાથ છે?સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે બાબુના રાજ્યના એક મંત્રી સાથે નજીકના સંબંધો છે અને તે સંબંધોના કારણે તેને રાજકીય છત્રછાયા મળી રહી છે.
મંત્રી સાથેના ફોટાઓ પણ હવે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે.આ ઉપરાંત પૂર્વ કચ્છ વિસ્તારમાં હજારો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠાના કારખાનાઓ, ગેરકાયદેસર વીજ કનેકશન અને ગેરકાયદેસર બોર ચલાવવામાં આવતા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની જમીનો પર દબાણ કરીને મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની ચર્ચા છે.રણ વિસ્તાર, જ્યાં જંગલી પ્રાણીઓ ખાસ કરીને નીલગાય જોવા મળે છે, ત્યાં પણ મીઠાના ઉત્પાદનના કારખાનાઓ ઉભા થઈ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે, જે પર્યાવરણ માટે પણ ગંભીર મુદ્દો બની શકે છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ ટેબલ પર “મીઠાઈ”થી સમાઈ જશે?
પૂર્વ કચ્છમાં ફોરેસ્ટ વિભાગની જમીનો પર થયેલા દબાણ દૂર થશે કે નહીં અને ગેરકાયદેસર ધંધાઓ પર કડક કાર્યવાહી થશે કે નહીં તે હવે આવનારો સમય બતાવશે.સ્થાનિક લોકોમાં પણ માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિત લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top