કચ્છમાં ઓવરલોડ વાહનો સામે અભિયાન : શહીદ ભગતસિંહ સેના, આર.ટી.ઓ. અને લાકડિયા પોલીસની સંયુક્ત કાર્યવાહી

0
ભ્રષ્ટાચાર મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત શહીદ ભગતસિંહ સેના દ્વારા આજે ઓવરલોડ વાહનો સામે સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ. વિભાગ તથા લાકડિયા પોલીસ સાથે સંકલન કરીને આ અભિયાન અમલમાં મુકાયું હતું.માહિતી મુજબ રાજસ્થાન, પંજાબ અને અન્ય રાજ્યોમાંથી આવતાં કેટલાક વાહનોમાં બેફામ રીતે ઓવરલોડ ભરવામાં આવતું હોય છે,
જેના કારણે માર્ગ પર ચાલતા નાગરિકોને અકસ્માતનું ગંભીર જોખમ રહે છે. અનેકવાર આવા ઓવરલોડ વાહનોના કારણે અકસ્માતોમાં લોકો જીવ પણ ગુમાવતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. આ દુષણને નાથવા માટે આ સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.આ કામગીરી દરમિયાન આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર અને લાકડિયા પોલીસ સાથે શહીદ ભગતસિંહ સેના ના સેનાધ્યક્ષ નિલ વિઝોડા, સામાજિક યુવા અગ્રણી રાહુલ વાણિયા, જૈન સમાજ અગ્રણી શૈલેષભાઈ નિસર, દેવભાઈ ફરિયા, રમીલાબેન ફરિયા, કોળી સમાજના યુવા અગ્રણી ચેતન ડુંગરાણી, ગોવિંદભાઈ, અનવરભાઈ ઘઘડા તેમજ જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.શહીદ ભગતસિંહ સેનાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે કચ્છમાં ઓવરલોડ વાહનોનું દુષણ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top