ભાજપ કચ્છ જિલ્લા દ્વારા લઘુમતી મોરચાના ભચાઉ શહેર અને તાલુકાના હોદેદારોની નિમણૂંક

0
ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા આજરોજ લઘુમતી મોરચાના વિવિધ મંડલોના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં ભચાઉ શહેર અને તાલુકાના હોદેદારોની પણ વરણી કરવામાં આવી છે.ભચાઉ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે આશીક અબ્દુલ્લા નારેજાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે મામદ દાઉદ ઘાંચી અને હાજી કાસમ નુરમામદ કુંભારને જવાબદારી સોંપવામાં આવી છે.
તે જ રીતે ભચાઉ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે જાવેદ જાનમામદ પરમારની વરણી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે શેરમામદ હુસેનભાઈ રાઉમા અને રહીમભાઈ જુમાભાઈ સુમરાની નિમણૂંક કરવામાં આવી છે.કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સાથે ચર્ચા-પરામર્શ બાદ કચ્છ જિલ્લાના વિવિધ મંડલોમાં લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓની આ નિમણૂંક જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top