ભચાઉમાં ફરી દારૂના હાટડાનો બેફામ વેપાર, પોલીસની રહેમ નજર પર ઉઠ્યા સવાલો

0
ભચાઉ શહેરમાં ફરી એક વખત દારૂના ગેરકાયદેસર વેપારનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.મળતી માહિતી મુજબ ભચાઉમાં એક ચોક્કસ વિસ્તારમાં દારૂનો મોટો હબ ચાલી રહ્યો છે, જ્યાં બુટલેગર દ્વારા “બાર” જેવી સુવિધા આપી દારૂડિયાઓને સેવા આપવામાં આવી રહી છે. લોકોના આક્ષેપ પ્રમાણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ભચાઉ પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલી રહી છે.
સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે આ બુટલેગર દ્વારા નીચેથી ઉપર સુધી મોટા પાયે “સેટિંગ” કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલુ છે. આ વિસ્તાર અગાઉ પણ લઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ માટે ચર્ચામાં રહ્યો છે, છતાં પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે.મણિનગર તરફથી શહેરમાં પ્રવેશ કરતા વિસ્તારોમાં પરોડના સમયથી સાંજના ૭ વાગ્યા સુધી આ દારૂનો વેપાર ધમધમતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નાની વયના યુવાનોમાં નશાની લત વધતી હોવાની ચિંતા પણ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે.હાલમાં કડક છાપ ધરાવતા PI ડી.ડી. ઝાલાને આ બાબતની જાણ છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ફરી ગાંધીનગરની ટીમ દ્વારા રેડ કરીને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થશે.આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top