વાગડ ભાજપના પીઢ અગ્રણી ગોવિંદભાઈ ચાવડાનું દુઃખદ નિધન, વિસ્તારભરમાં શોકની લાગણી

0
વાગડ પંથકના અગ્રણી નેતા અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડાનું દુઃખદ અવસાન થતાં સમગ્ર કચ્છ જિલ્લામાં તેમજ વાગડ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નાની ચીરઈ ગામના પૂર્વ સરપંચ તરીકે સેવાઓ આપનાર ગોવિંદભાઈએ પોતાના જાહેર જીવનમાં સમાજ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું.ગોવિંદભાઈ ચાવડાએ ભચાઉ એપીએમસીના પૂર્વ ચેરમેન, ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી.
સંગઠનક્ષેત્રે તેમણે કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.વાગડ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, સમાજ સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા હતા. તેમના નિધનથી આહીર સમાજ અને રાજકીય ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ ઉભી થઈ છે.આ દુઃખદ સમાચાર મળતા જ અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ શોક વ્યક્ત કર્યો હતો.પૂર્વ ધારાસભ્યો વાસણભાઈ આહીર અને રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કુલદીપસિંહ જાડેજા, ગેલાભાઈ ચાવડા અને લક્ષ્મણ આહીર સહિતના આગેવાનોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ ઉપરાંત નાની ચીરઈના સરપંચ કિરણભાઈ ચાવડા, પેથાભાઈ રાઠોડ, અશોકસિંહ ઝાલા, ગોપાલભાઈ આહીર, પાલુભાઈ ભજનાનદી અને વાઘુભા જાડેજા સહિતના આગેવાનોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.સદગત ગોવિંદભાઈ ચાવડાની વિદાયથી સમગ્ર વાગડ પંથકમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top