આડેસર પોલીસની પ્રશંસનીય કામગીરી : નાના રણમાં ફસાયેલા પરિવારને સલામત બચાવ્યા

0
હળવદથી કચ્છ તરફ આવતા માર્ગ પર આવેલા નાના રણ વિસ્તારમાં મોડી રાત્રે અચાનક થયેલા વરસાદના કારણે એક મંજુર પરિવાર રણમાં ફસાઈ ગયો હતો. વરસાદને કારણે માર્ગ પર પાણી ભરાઈ જવાથી અને જમીન ચીકણી બનતા પરિવાર માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.આ સંજોગોમાં આડેસર પોલીસ સ્ટેશનના PI સેંગલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક પ્લાસવા ગામના લોકોના સહયોગથી સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે મુશ્કેલીઓ વચ્ચે ટીમે ધીરજ અને બહાદુરી બતાવી ફસાયેલા પરિવારને સલામત રીતે રણમાંથી બહાર કાઢ્યો હતો.આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું, જેના કારણે કોઈ જાનહાની વિના પરિવારને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી હતી.આડેસર પોલીસ તથા પ્લાસવા ગામના સ્થાનિક લોકોની આ માનવતાભરી અને પ્રશંસનીય કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top