પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામા મળતા મિલ્કત અને છેતરપીંડી સંબંધિત ગુનાઓને શોધી કાઢવા અને અટકાવવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.આ માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલા ની સુચના મુજબ ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી.
જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુનાની કાર્યપદ્ધતિ (Modus Operandi):આરોપીઓ ખોટા આધારકાર્ડ બનાવી ખોટા નામ-સરનામા ધારણ કરતા હતા. ત્યારબાદ લગ્ન ન થતા હોય એવા યુવકોના પરિવારોનો દલાલ મારફતે સંપર્ક કરી પૈસા લઈ લગ્ન કરતા. થોડાક દિવસ સાથે રહે્યા બાદ કોઈ બહાનું બનાવી ફરાર થઈ જતા અને પછી અન્ય સ્થળે જઈ ફરીથી અન્ય વ્યક્તિ સાથે પૈસા લઈને લગ્ન કરતા. આ રીતે અનેક લોકોને વિશ્વાસમાં લઈને છેતરપીંડી આચરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓ: સોનલ ઉર્ફે સોનીયા ડો/ઓફ રમેશભાઈ પટેલ (ઉંમર 28), રહે. રાધેશ્યામ ગલી, સેજપુર ટાવર, નરોડા, અમદાવાદ,ધર્મેન્દ્રસિંહ વીરસંગ સોલંકી (ઉંમર 51), રહે. 24/એ, ટાટા નગર, ભચાઉ, કચ્છ
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. ગોહીલ અને ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.