નખત્રાણા, નરા તથા દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ 15 પવનચક્કીઓમાંથી થયેલ કેબલ ચોરીના ગુનાનો સફળ ભંડાફોડ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા મુદ્દામાલ સાથે ચોર ટોળકીને ઝડપી પાડવામાં આવી છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ (પશ્ચિમ કચ્છ-ભુજ)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધતા ચોરીના બનાવોને રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને LCB પશ્ચિમ કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નખત્રાણા તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન ટોડિયા ગામ નજીક બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાતમી મુજબ એક લાલ કલરની કાર અને એક છોટા હાથીમાં કોપર વાયર લઈને આવતા આરોપીઓને રોકી તપાસ કરતા કુલ 5 ઇસમો ઝડપાયા હતા. તેમની પાસે મળેલા આશરે 500 કિલો કોપર વાયર અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા નહોતા.યુક્તિપૂર્વકની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી કે તેઓએ છેલ્લા ત્રણ મહિનામાં નખત્રાણા, દયાપર અને આસપાસના વિસ્તારોમાં આવેલ પવનચક્કી લોકેશનોના તાળા તોડી અને અથિંગ કેબલ કાપી કોપર વાયર ચોરી કર્યા હતા.
કબ્જે કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. 4,05,500/-):
કોપર વાયર (આશરે 500 કિ.ગ્રા.) – રૂ. 2,50,000/-
,બેટરીવાળું ગ્રાઈન્ડર મશીન – રૂ. 5,000/-,પકડ – રૂ. 500/-,લોખંડની કોસ (2 નંગ),વોક્સવેગન પોલો કાર (GJ-01-KS-2563) – રૂ. 50,000/-,ટાટા છોટા હાથી (GJ-12-AZ-0864) – રૂ. 1,00,000/-
પકડાયેલા આરોપીઓ: અસગર ફકીરમામદ ભજાણીયા (ઉ.વ. 23) – મફતનગર, ઘડાણી
,આમદ હનિફ નોતિયાર (ઉ.વ. 20) – મફતનગર, ઘડાણી,જકરીયા હાસમ સોતા (ઉ.વ. 23) – મણકાવાંઢ, લખપત નવાબ દિના નોતિયાર (ઉ.વ. 23) – મફતનગર, ઘડાણી સુલતાન મામદ કુંભાર (ઉ.વ. 26) – મફતનગર, નખત્રાણા
પકડવાનો બાકી આરોપી: દાઉદ જાકબ સોતા – મણકાવાંઢ, લખપત
આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશન તથા દયાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓને વધુ તપાસ માટે નખત્રાણા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે.
આ કામગીરીથી પવનચક્કી વિસ્તારોમાં થતા કેબલ ચોરીના ગુનાઓમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.