ભચાઉ પોલીસની સતર્ક કામગીરી: મોટર સાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા

0
ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા મોટર સાઇકલ ચોરીના ગુનામાં ભચાઉ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જિલ્લા સ્તરે મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ કેસોને ડિટેક્ટ કરવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (બોર્ડર રેન્જ ભુજ-કચ્છ), મહે. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ-કચ્છ ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલા ની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન કામગીરી કરી રહ્યો હતો.તે દરમ્યાન ખાનગી બાતમી આધારે જાણ થઈ કે મહેશ ખેતાભાઈ કોલી (રહે. નારણપર તા. ભચાઉ), રાજેશ ગોવિંદભાઈ વરચંદ (રહે. રામવાવ તા. રાપર) અને પ્રવિણ રાધુભાઈ કોલી (રહે. ધાડધ્રો તા. રાપર) પાસે હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ (રજી. નં. GJ-12-BL-4011) છે, જે ચોરી કે છેતરપિંડીથી મેળવેલ છે.પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પુછપરછ કરતા તેમણે મોટર સાઇકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશન ગુનો નં. 11993004260290/2026 હેઠળ બી.એન.એસ કલમ 303(2), 54 મુજબ નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી, ચોરાયેલ મોટર સાઇકલ કબજે લેવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ:
૧)મહેશ ખેતાભાઈ કોલી (ઉ.વ. 20) રહે. નારણપર તા. ભચાઉ
૨)રાજેશ ગોવિંદભાઈ વરચંદ (ઉ.વ. 25) રહે. રામવાવ તા. રાપર
૩)પ્રવિણ રાધુભાઈ કોલી (ઉ.વ. 26) રહે. ધાડધ્રો તા. રાપર
શોધાયેલ ગુનો: ભચાઉ પોલીસ સ્ટેશન ગુનો નં. 11993004260290/2026,કલમ: BNS 303(2), 54
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.ભચાઉ પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top