ભચાઉમાં ખુલ્લેઆમ ચાલતા જુગાર પર પોલીસનો દરોડો, ૫ આરોપણ બહેનો ઝડપાઈ

0
ભચાઉ ટાઉન વિસ્તારમાંથી જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતા ભચાઉ પોલીસે મહત્વની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ-કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલા ના માર્ગદર્શન મુજબ ભચાઉ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈ કાંતિભાઈ સોંદરવા ને મળેલ ખાનગી બાતમીના આધારે સીતારામપુરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મુઠ્ઠીબેન ગોકરભાઈ કોલી ના મકાન પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા આરોપણ બહેનોને ઝડપવામાં આવી હતી.પકડાયેલ આરોપણોમાં મુન્નીબેન ગોડરભાઈ વેલાભાઈ કોલી (ઉ.વ.૩૫), માયાબેન સતીષદાન ઈશ્વરદાન ચારણ (ઉ.વ.૨૮), રેશમાબેન ઈમરાનભાઈ અલીમામદ આરભ (ઉ.વ.૩૦), ઉષાબેન અશોકભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.૪૦) અને રેખાબેન સંજયભાઈ ભુપતભા ગઢવી (ઉ.વ.૨૭) નો સમાવેશ થાય છે. તમામ આરોપણો ભચાઉ અને ગાંધીધામ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top