સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની છઠ્ઠી યાદી જાહેર

0
"આપ" રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે.આ યાદીમાં પૂર્વ કચ્છના ભચાઉ તથા રાપર તાલુકાની કુલ 8 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભરૂડીયા, શિકારપુર, જાટાવાડા, કીડિયાનગર, માણાબા, પ્રાગપર અને સેલારી જેવા ગામોના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ આ યાદીથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે અને આવનારી ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો વધ્યો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top