પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
April 07, 2026
0
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને નખત્રાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ માત્ર નાના વાહનચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ, નખત્રાણા વિસ્તારમાં અનેક વાહનો કાળા કાચ (બ્લેક ફિલ્મ) સાથે તેમજ નંબર પ્લેટ વિના ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જેમાં કેટલાક રાજકીય અને બૂટલેગરોના વાહનો પણ સામેલ હોવાની ચર્ચા છે. તેમ છતાં આવા વાહનો સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.વિરોધાભાસ એ છે કે નાના વાહનચાલકોને ડરાવીને નિયમોના નામે દંડ વસૂલવામાં આવે છે, જ્યારે પ્રભાવશાળી લોકોના વાહનો સામે કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસના કેટલાક કર્મીઓ ભય અનુભવે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.સ્થાનિક જનતામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ લાગુ પડે છે? શું નખત્રાણા વિસ્તારમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિના દોડતા વાહનો ટ્રાફિક પોલીસને દેખાતા નથી?જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા સમાન અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
Share to other apps

