ભરૂડીયા તાલુકા પંચાયત બેઠક પર ત્રિપક્ષીય જંગ, કોંગ્રેસનો ગઢ બચશે કે બદલાશે સમીકરણ?

0
ભચાઉ તાલુકાના ભરૂડીયા તાલુકા પંચાયત વિસ્તારને વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને આ બેઠક કોંગ્રેસ માટે સેફ ઝોન ગણાય છે. ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ 180 મતોથી ભવ્ય વિજય મેળવ્યો હતો. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મહાવીરસિંહ જાડેજાના પત્નીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અનિરુદ્ધસિંહ જાડેજાના પત્ની ગીતાબાએ જીત હાંસલ કરી હતી.હવે ફરી એક વખત આ બેઠક પર રાજકીય જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે ઉપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત વિશ્વાસ દર્શાવીને ગીતાબા અનિરુદ્ધસિંહ જાડેજાને રીપીટ કર્યા છે.આ વખતે ચૂંટણીમાં નવો રંગ ઉમેરવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવિણભાઈ કાનજીભાઈ ડંડેચા (ભરૂડીયા) આ બેઠક પરથી ચૂંટણી લડશે, જેના કારણે ત્રિપક્ષીય જંગ વધુ રસપ્રદ બની ગયો છે.આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આ વખતે મતદારો કઈ તરફ વળે છે અને કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ અને રાજકીય રણનીતિઓ આ ચૂંટણીનું દિશાનિર્ધારણ કરશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top