ભચાઉ ટાઉન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડતી ભચાઉ પોલીસ

0
ભચાઉ ટાઉન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતા ભચાઉ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી બદી નાબુદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ કચ્છ), પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ (પૂર્વ-કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલા સાહેબ
ની સૂચના મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આશીષકુમાર કાંન્તીભાઈ સોંદરવાના ખાનગી બાતમીના આધારે મણીનગર ખાડા વિસ્તારમાં શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના પત્તા વડે રૂપિયા ઉપર હારજીતનો ‘તીનપત્તી’ જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલ આરોપીઓ: કાસમભાઈ અલીભાઈ લાડકા (ઉ.વ. ૩૭), રહે. હંગામી આવાસ, ભુજ,આદમ અલીમામદ મણકા (ઉ.વ. ૩૭), રહે. હબાય, ભુજ,મયુરભાઈ મનુભાઈ કોલી (ઉ.વ. ૩૨), રહે. જુના બસ સ્ટેશન પાછળ, ભચાઉ 
નાસી ગયેલ આરોપી: હીરજી ઉમર કોલી, રહે. હિંમતપુરા, ભચાઉ
પકડાયેલ આરોપીઓ સામે ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે નાસી ગયેલ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top