શિકારપુર બેઠક પર કોંગ્રેસનો મોટો દાવ: મનજીભાઈ રાઠોડ ઉમેદવાર જાહેર, ભાજપ માટે પડકાર વધ્યો

0
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા શિકારપુર બેઠક માટે દિગ્ગજ નેતાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રવાભાઈ રાઠોડને શિકારપુર બેઠક પરથી સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.મનજીભાઈ રાઠોડ લાંબા સમયથી ખેડૂતો, ગરીબો અને પીડિત વર્ગના હકો માટે સંઘર્ષ કરતા આવ્યા છે. તેમની સામાજિક અને રાજકીય કામગીરીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતા અને સક્રિયતા કોંગ્રેસ માટે મજબૂત આધારરૂપ બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક પર પડકાર ઊભો થયો છે અને હવે ભાજપ દ્વારા જોડતોડ અને જોરદાર પ્રચાર કરવામાં આવશે તેવી ચર્ચાઓ તેજ બની છે.શિકારપુર વિસ્તારમાં હવે ચૂંટણીને લઈને રસપ્રદ મુકાબલો જોવામાં આવશે. મતદારો વચ્ચે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભાજપ હવે કયા મુદ્દાઓને આધારે લોકો પાસે મત માંગશે, જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારના કાર્ય અને લોકસંપર્કને મુખ્ય એજન્ડા બનાવી રહી છે.આગામી સમયમાં આ બેઠક પર રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top