નાની ચીરાઈ બેઠક પરથી ભાજપે વાઘજીભાઈ દેવકરણ છાંગાને ઉમેદવાર જાહેર કર્યા, આવતી કાલે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવશે

0
ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વાઘજીભાઈ દેવકરણ છાંગાને ભારતીય જનતા પાર્ટી દ્વારા નાની ચીરાઈ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. તે અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયત માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાની ચીરાઈ બેઠક પરથી વાઘજીભાઈ દેવકરણ છાંગાનું નામ જાહેર થયું છે.કચ્છ જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને અહીં ભાજપના ઉમેદવારો મોટા બહુમતીથી વિજયી બનતા આવ્યા છે. વાઘજીભાઈ દેવકરણ છાંગાનું નામ જાહેર થતા મતદારોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આવતી કાલે નાની ચીરાઈ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વાઘજીભાઈ દેવકરણ છાંગા શક્તિ પ્રદર્શન સાથે ભચાઉ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top