કંડલા જતી ટ્રેનના કન્ટેન્ટ માં આગ, ફાયર બ્રિગેડને રોકાતા રહસ્ય ગાઢ બન્યું

0
કંડલા તરફ જતી ટ્રેનના એક કન્ટેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પરંતુ આશ્ચર્યજનક રીતે સ્થાનિક તંત્ર દ્વારા આગ બુઝાવવા માટે કોઈ જાતની પરમિશન આપવામાં આવી નહોતી. પરિણામે, આગ લાગેલી સ્થિતિમાં જ ટ્રેનને કંડલા તરફ લઈ જવામાં આવી હતી.આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને, આગ લાગેલા કન્ટેન્ટમાં શું સામાન હતો
તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. સાથે જ, જવાબદાર અધિકારી દ્વારા આગ બુઝાવવા માટે પરમિશન કેમ આપવામાં આવી નહોતી તે પણ રહસ્ય બની રહ્યું છે.હાલમાં સમગ્ર મામલો શંકાસ્પદ જણાઈ રહ્યો છે અને ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ થવી જરૂરી બની છે, જેથી હકીકત બહાર આવી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top