કચ્છ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: AAPની 8મી યાદી જાહેર, BJP આજે ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા

0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના રાજકીય સમાચારો સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.હાલ સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તેવી જાહેરાત અગાઉ કરવામાં આવી ચૂકી છે, જેના કારણે ચૂંટણીમાં ત્રિપક્ષીય ટક્કર જોવા મળે તેવી શક્યતા છે.આમ આદમી પાર્ટીના ઉમેદવારો આવતી કાલે ઉમેદવારી નોંધાવે તેવા એંધાણ વ્યક્ત થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે કચ્છ જિલ્લા પંચાયતની સીટ પર કયો પક્ષ વિજય મેળવે છે અને કોને બહુમતી મળે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top