" NO DRUGS IN EAST KUTCH CAMPAIGN " ભચાઉ પોલીસની મોટી કાર્યવાહી – ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપી પાડ્યો

0
પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલતા “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ભચાઉ પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરી છે.માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબના સુચનાથી ભચાઉ વિસ્તારમાં માદક પદાર્થોના કેસોને લઈને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.તે દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.ડી. ઝાલા અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ગાંધીધામ હાઈવે પર આઈ માતા હોટલ નજીક હનુમાનજી મંદિર ખાતે એક વ્યક્તિ દ્વારા ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે.પોલીસ ટીમે તાત્કાલિક રેઈડ કરી સ્થળ પરથી ગાંજો અને ગાંજાના છોડ કબજે કર્યા હતા. આ મામલે આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી: મહંત લખનગિરિ ઉર્ફે મલખાન સિંહ મુનશીલાલ (ઉંમર 61) મૂળ નિવાસી: ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશ હાલ: પ્રગટ પહાડી હનુમાન મંદિર, ગાંધીધામ હાઈવે, ભચાઉ
 કામગીરી : આ સફળ કામગીરી પી.આઈ. ડી.ડી. ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. "" પૂર્વ કચ્છમાં “NO DRUGS” અભિયાન અંતર્ગત આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે ""
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top