સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કચ્છ ભાજપમાં ગાબડું, દીપકભાઈ આહીર કોંગ્રેસમાં જોડાયા...

0
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. અંજાર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન દીપકભાઈ રૂપાભાઈ આહીર કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના હસ્તે દીપકભાઈએ કોંગ્રેસનો ખેસ પહેરી વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દીપકભાઈના પક્ષ પ્રવેશને આવકાર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આશા વ્યક્ત કરી કે દીપકભાઈના જોડાવાથી જિલ્લામાં પક્ષ વધુ મજબૂત બનશે.દીપકભાઈ આહીરે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરી આગામી સમયમાં પક્ષને મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top