ગાંધીધામ : મસાજ સેન્ટરના નામે ગેરપ્રવૃત્તિ? પોલીસ તપાસની માંગ ઉઠી
April 30, 2026
0
ગાંધીધામના રહેવાસી તથા પત્રકાર અફસરભાઈ નુરલ હક્ક શેખ (ઉ.વ. ૩૫) દ્વારા સ્પા સેન્ટરો સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ-ગાંધીધામને ઇ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે.અફસરભાઈ શેખ, જે ધોબીઘાટ જુની સુંદરપુરી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને “નેશનલ હ્યુમન રાઈટ્સ મીડિયા વેલ્ફેર ફાઉન્ડેશન” તેમજ “ભારતીય સ્વાભિમાન સમાચાર” નામના ડેઇલી ન્યૂઝપેપર સાથે તંત્રી તરીકે સંકળાયેલા છે, તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે ગાંધીધામ ખાતે ઓમ સિનેમા નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં નીચેના માળે ખાણીપીણીની હોટલો અને ઉપરના માળે સ્પા મસાજ સેન્ટરો તથા ઓફિસો કાર્યરત છે.તેમના જણાવ્યા અનુસાર, પ્રથમ માળે આવેલ “ધી ન્યુ ગ્લેમર સ્પા”, “ઘી ગોલ્ડન સ્પા”, “ઇવા સ્પા” સહિત કુલ પાંચ જેટલા સ્પા સેન્ટરો ચાલી રહ્યા છે. આ ઉપરાંત ત્રીજા માળે ટ્યુશન ક્લાસીસ અને જીમ પણ કાર્યરત છે.અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાઓ દ્વારા ટૂંકા વસ્ત્રોમાં અવરજવર થતી હોવાના કારણે ત્યાં આવનારા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ, ખાસ કરીને નાબાલિક દીકરીઓ પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. સાથે જ, ખાનગી સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળ્યાનું જણાવાયું છે કે કેટલાક સ્પા સેન્ટરોમાં મસાજના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમ કે દેહવ્યાપાર ચાલતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અફસરભાઈએ સંબંધિત સત્તાવાળાઓને વિનંતી કરી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમજ, જરૂરી હોય તો સ્પા સેન્ટરોને અન્યત્ર ખસેડવા અથવા ટ્યુશન ક્લાસીસને અલગ સ્થળે સ્થાનાંતરિત કરવા પગલાં લેવાય જેથી વિદ્યાર્થીઓના માનસ પર ખોટી અસર ન પડે અને તેઓ અભ્યાસ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકે.અફસરભાઈએ અંતમાં જણાવ્યું છે કે રજૂ કરાયેલ હકીકતો તેમના જાણ મુજબ સાચી અને બરાબર છે.
Tags
Share to other apps

