ભચાઉમાં ખોટી લૂંટનો કેસ? ઝઘડાને લૂંટમાં ફેરવાતા પોલીસ કાર્યવાહી પર સવાલ

0
ભચાઉ શહેરમાં થોડા દિવસો પહેલા રાત્રિના સમયે બનેલા ઝઘડાના બનાવે હવે નવી દિશા લીધી છે. શહેરના બે જૂથ વચ્ચે થયેલી મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટ રીતે ઝપાઝપી અને હિંસક અથડામણ જોવા મળે છે.બનાવ બાદ બંને પક્ષના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા, પરંતુ આરોપ છે કે પોલીસે એકતરફી વાત સાંભળી કાર્યવાહી કરી છે. ખાસ કરીને, મારામારીના બનાવને લૂંટ તરીકે દર્શાવી કેસ નોંધવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેને કારણે પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે ઘટનાના પુરાવા તરીકે રહેલા વિડિયો છતાં કાયદાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ભચાઉ પોલીસના કડક છબી ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.માહિતી મુજબ, આ બનાવને લઈ ટૂંક સમયમાં જન આંદોલન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે જેથી સત્ય બહાર આવી શકે અને ન્યાય મળી શકે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top