ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલ સાથે આરોપી ઝડપાયો

0
ભચાઉ પોલીસ દ્વારા ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો કબ્જે કરી એક આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ ડીશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ વિરૂદ્ધ બી.એન.એસ. કલમ ૨૮૭, ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ, મ્હે. પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.તે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલા સાહેબની સૂચના મુજબ ભચાઉ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ભચાઉ-ગાંધીધામ રોડ પર આવેલી ગોલ્ડન ઈગલ હોટલની બાજુમાં આવેલ ઓરડી પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.બાતમીના આધારે પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ચોરી અથવા છળકપટથી મેળવેલ ૫૭૦ લીટર ડીઝલ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૧,૩૦૦ થાય છે. પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલ આરોપીમાં કમલજીતસિંગ બલવિંદરસિંગ જાટ, ઉંમર ૨૭ વર્ષ, હાલ રહે. ગોલ્ડન ઈગલ હોટલ ભચાઉ અને મૂળ રહે. બાવણીયા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબનો સમાવેશ થાય છે. ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ ડીશોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, જે હાલ ગોલ્ડન ઈગલ હોટલ ભચાઉ ખાતે રહે છે અને મૂળ ગામ પલી, તા. ફ્લોદી, જી. જોધપુર, રાજસ્થાનનો રહેવાસી છે.આ ગુનામાં લખવિંદરસિંહ ઉર્ફે લખો અજીતસિંહ જાટ, રહે. સંગતપર, તા. જી. તરનતારન, પંજાબ નામનો આરોપી હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top