ભચાઉમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર? “જગુદાદા” સામે પોલીસ કેમ મૌન?
May 01, 2026
0
ભચાઉ શહેરમાં છેલ્લા બે વર્ષથી “જગુદાદા” નામના વ્યક્તિ દ્વારા ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલતો હોવાની ચર્ચાઓ જોર પકડતી જાય છે. છતાંય આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી પોલીસ ચોપડે તેનું નામ નોંધાયું નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે?સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ભચાઉ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ દર મહીનાની ૨૨ અને ૨૯ તારીખે જગુદાદાના હાટડાની બહાર “હપ્તો” લેવા માટે હાજર રહે છે? જો આ વાતમાં સત્ય હોય તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે?ભચાઉ શહેરમાં આવા કેટલાય હાટડા કાર્યરત હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યાં સુધી પોલીસના પગ પણ નથી પહોંચતા? તો શું આ તમામ પ્રવૃત્તિઓથી પોલીસ અજાણ છે કે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહી છે?સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછે છે કે શું હવે આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને હસ્તક્ષેપ કરવો પડશે કે ત્યાર પહેલાં તંત્ર પોતે જ જાગૃત બનશે?આ ઉપરાંત, એવી વાતો પણ સાંભળવા મળે છે કે “પોલીસ ક્યારેય ખોટી ફરિયાદ લેતી નથી”, પરંતુ જો છેલ્લા એક અઠવાડિયાના રેકોર્ડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે?હાલમાં મળતી માહિતી મુજબ, જો ભચાઉ પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો જનતા પોતે જ “જનતા રેડ” કરવા માટે મજબૂર બનશે તેવા એંધાણ પણ મળી રહ્યા છે?હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર આક્ષેપોને કેવી રીતે લે છે અને શું વાસ્તવિક તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવશે કે નહીં?
Share to other apps

