પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ભચાઉ પોલીસ

0
ભચાઉ પોલીસ દ્વારા પ્રોહીબીશન મામલે વધુ એક સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે કુંભારડી ગામ નજીક દરોડા પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ મહે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાસાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારસાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાસાહેબ ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલાના નિર્દેશ મુજબ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સહદેવસિંહ પ્રધુમનસિંહ ઝાલા રહે. કુંભારડી તા. ભચાઉ દ્વારા કુંભારડી પોસ્ટ ઓફિસ પાછળ આવેલ એરટેલ કંપનીના ટાવર નજીક બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ મામલે પોલીસે પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલ આરોપી:
સહદેવસિંહ પ્રધુમનસિંહ ઝાલા (ઉ.વ. ૩૮), રહે. કુંભારડી તા. ભચાઉ,પકડવાનો બાકી આરોપી:
સલીમ રહે. વોંધ 
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top