ભચાઉમાં ફરી સક્રિય બન્યો વિદેશી દારૂનો વેપલો ? “ભાવો” નામના બુટલેગર પાછળ પોલીસ કર્મીના આશીર્વાદની ચર્ચાએ જોર પકડ્યું

0
ભચાઉ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બંધ સમાન થઈ ગયેલો વિદેશી દારૂનો વેપલો ફરી એકવાર ગતિમાન બન્યો હોવાની ચર્ચાઓએ શહેરમાં ગરમાવો પેદા કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં “ભાવો” નામનો શખ્સ ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાના આક્ષેપો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભચાઉ પોલીસના એક કર્મીના નામ અને આશીર્વાદના જોરે ભાવો હવે બેફામ બની ગયો છે.શહેરના લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે
કે ભાવો ખુદ લોકોને કહી રહ્યો છે કે “કોઈ આવે તો મારું નામ લેજો, હું છું ને…” અને આ પ્રકારના શબ્દો દ્વારા પોતાનો દબદબો ઉભો કરી રહ્યો છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે.એક સમય એવો હતો કે ભચાઉ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો લગભગ બંધ થઈ ગયો હતો. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સતત કાર્યવાહી, દરોડા અને બુટલેગરો સામેની કડક કામગીરીના કારણે અનેક બે નંબરના ધંધાઓ ઉપર બ્રેક લાગી હતી. ખાસ કરીને પૂર્વ કચ્છના જાંબાઝ SP Sagar Bagmar દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ભચાઉ સહિતના વિસ્તારોમાં સતત રેડ અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ છેલ્લા એક મહિનાથી ફરી ભચાઉ શહેરમાં વિદેશી દારૂના વેપલાએ માથું ઉંચક્યું હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે ભચાઉ પોલીસના એક કર્મી સાથેના સારા સંબંધોના કારણે ભાવો ફરી સક્રિય બન્યો છે અને બે નંબરના ધંધાઓને છૂટછાટ મળતી હોય તેવું લાગી રહ્યું છે.શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ પહોંચાડવામાં આવી રહ્યો હોવાના દાવા થઈ રહ્યા છે.
લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે કેટલાંક પોલીસ કર્મચારીઓના મોબાઇલમાં ભાવોનો નંબર સેવ છે અને તેની સાથે સતત સંપર્કમાં હોવાની વાતો પણ શહેરમાં ગૂંજી રહી છે. જોકે આ તમામ ચર્ચાઓ અને આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ લોકોમાં પોલીસની કામગીરી સામે શંકા જરૂર ઊભી થઈ રહી છે.પૂર્વ કચ્છ પોલીસ અને LCB દ્વારા છેલ્લા કેટલાય સમયથી બુટલેગરો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક વખત કરોડોના વિદેશી દારૂના જથ્થા ઝડપાઈ ચૂક્યા છે. તેમ છતાં ભચાઉ શહેરમાં ફરી એકવાર ખુલ્લેઆમ દારૂનો વેપલો શરૂ થતાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું કેટલાક લોકોના આશીર્વાદ વગર આ પ્રકારનો વેપલો શક્ય છે?ભચાઉ શહેરમાં અગાઉ પણ ગાંધીનગરની વિવિધ ટીમો દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા અને ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા. હવે લોકોમાં ચર્ચા છે કે શું આ વખતે પણ ગાંધીનગરની ટીમ ભચાઉમાં એન્ટ્રી કરીને ભાવો સુધી પહોંચશે?સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો પૂર્વ કચ્છના SP સાગર બાગમારની સીધી નજર આ મામલે પડશે તો ચોક્કસ મોટી કાર્યવાહી થઈ શકે છે. કારણ કે પૂર્વ કચ્છ પોલીસ વડા તરીકે તેઓ અનેક વખત કડક કાર્યવાહી માટે જાણીતા રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે ભચાઉ શહેરમાં ફરી સક્રિય બનેલા આ વિદેશી દારૂના નેટવર્ક સામે પોલીસ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે. સાથે જ “ભાવો” નામના આ ચર્ચિત બુટલેગર પાછળ કોણ કોણના આશીર્વાદ છે તે પણ સમય જ બતાવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top