ભચાઉમાં ભદુનો દારૂનો કાળો કારોબાર બેફામ ! આખરે કયા અધિકારીની રહેમ નજર ?
May 14, 2026
0
ભચાઉ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ભદુ નામનો શખ્સ ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી ન થતા હવે પોલીસ તંત્ર સામે જ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.શું ભચાઉ પોલીસના કોઈ કર્મી કે અધિકારીની રહેમ નજર હેઠળ આ સમગ્ર ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે ? શું ભદુને પોલીસનું સીધું પ્રોટેક્શન મળી રહ્યું છે ?જો નહીં, તો ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી ? શું ભચાઉ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને આ સમગ્ર ગોરખધંધાની જાણ નથી ?કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભદુ ખુલ્લેઆમ “મારું કોઈ કંઈ બગાડી નહીં શકે” કહી રહ્યો છે.
આખરે આટલો આત્મવિશ્વાસ તેને ક્યાંથી મળી રહ્યો છે ? શું કોઈ ખાખીધારીનો હાથ તેના માથે છે ? તેવા સવાલો હવે લોકો ખુલ્લેઆમ ઉઠાવી રહ્યા છે.પૂર્વ કચ્છના SP ની ટીમ હવે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા ગાંધીનગરથી આવેલી ટીમે ભચાઉમાં કાર્યવાહી કરી હતી, ત્યારે હવે ફરી ગાંધીનગરની ટીમ ભચાઉમાં આવી દારૂના આ નેટવર્કનો પર્દાફાશ કરશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.ભચાઉ શહેરમાં બેફામ રીતે ચાલી રહેલા વિદેશી દારૂના વેપલાને કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં હવે માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ જો કોઈ પોલીસ કર્મી, અધિકારી અથવા અન્ય વ્યક્તિની સંડોવણી બહાર આવે તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
Share to other apps

