કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદ માટે વાઘજીભાઈ છાંગાનું નામ ચર્ચાના કેન્દ્રમાં
May 15, 2026
0
કચ્છ જિલ્લા પંચાયતના હોદેદારોની ટૂંક સમયમાં વરણી થવાની શક્યતાઓ વચ્ચે હવે રાજકીય વર્તુળોમાં અનેક નામોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, ત્યારે મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે દાવેદારો સક્રિય બન્યા હોવાનું રાજકીય માહોલમાં ચર્ચાઈ રહ્યું છે.તેવામાં કચ્છ જિલ્લાના નાની ચીરાઈ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય વાઘજીભાઈ દેવકરણભાઈ છાંગાનું નામ હવે કારોબારી ચેરમેન પદ માટે જોરશોરથી ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ, સંગઠનમાં સક્રિય ભૂમિકા અને કાર્યકર્તાઓ સાથેનો સતત સંપર્ક તેમને મજબૂત દાવેદાર તરીકે આગળ લાવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકીય સૂત્રોના મતે, ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પંચાયતના હોદેદારો માટે સામાજિક સમીકરણો, સંગઠન પ્રત્યેની વફાદારી અને સ્થાનિક પ્રભાવને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આવા સંજોગોમાં વાઘજીભાઈ છાંગાનું નામ ચર્ચામાં આવતા રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે, પાર્ટી તરફથી સત્તાવાર જાહેરાત થયા બાદ જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
Tags
Share to other apps

