ભચાઉ નગર પાલિકાના ટેન્ડરમાં રહેલા બાબુભૈયા દ્વારા સરકારી સાધનોનો દુરુપયોગ ?

0
ભચાઉ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નગર પાલિકાના ટેન્ડરમાં સંકળાયેલા બાબુભૈયા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં ચર્ચા છે કે નગર પાલિકાના વાહનો અને સાધનોનો ખાનગી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સરકારના રૂપિયાનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે વર્ષોથી નગર પાલિકાના ટેન્ડરમાં રહેલા બાબુભૈયા દ્વારા પાલિકાના સાધનોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, છતાં જવાબદાર અધિકારીઓ મૌન કેમ છે? ભચાઉ નગર પાલિકાના ચીફ ઓફિસર આ મામલે તપાસ કેમ નથી કરતા? જો સરકારની સંપત્તિનો ગેરવપરાશ થતો હોય તો તેની જવાબદારી કોણ લેશે?ભચાઉ શહેરના જાગૃત નાગરિકોમાં હવે માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો બાબુભૈયાનું ટેન્ડર તાત્કાલિક રદ કરવામાં આવે.ભચાઉની જનતા હવે જવાબ માંગે છે — નગર પાલિકાના સાધનો ખાનગી કામમાં કેમ વપરાઈ રહ્યા છે? જવાબદાર અધિકારીઓ કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે?

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top