ભા૨તીય બનાવટનો વિદેશીદારૂનો કેસ શોધી કાઢતી લાકડીયા પોલીસ

0
ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબીશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લાકડીયા પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. કુગસીયાના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે સામખીયારી-રાધનપુર નેશનલ હાઇવે પર આવેલ ગુરુકુપા હાઇવે હોટલ, શીવલખાના ગ્રાઉન્ડમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન ટ્રક ટ્રેઇલરમાં ભરેલા ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપી તરીકે શંભુસિંગ હરીસિંગ રાજપુત (ઉ.વ. 26), હાલ રહે. ગુરુકુપા હાઇવે હોટલનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ઈરફાન શેરમામદ રાઉમા (ઉ.વ. 25) રહે. લાકડીયા, તા. ભચાઉ, કચ્છ તેમજ રોહિત ઉર્ફે મોહિત સુરેદરકુમાર જ્યાની (ઉ.વ. 25) રહે. પક્કા સારણા, તા. જી. હનુમાનગઢ, રાજસ્થાનના નામ પણ સામે આવ્યા છે.લાકડીયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. કુગસીયા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top