ભચાઉ : મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા તથા મ્હે. પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવાની સૂચનાઓ અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નં. ૧૧૯૯૩૦૦૪૨૬૦૬૪૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪), ૫૪ મુજબ નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં
(૧) ભરતભાઈ રતાભાઈ રાતડીયા (ઉ.વ. ૨૮), ધંધો વેપાર, રહે. થલાવાડ પ્લોટ, ગામ સુખપર, તા. બાબરા, જી. અમરેલી તથા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ મુદામાલ પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.