ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. ગુન્હાના આરોપીની ધરપકડ

0
ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. ગુન્હા કામે ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ “SAY NO TO DRUGS” અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.તા. 14/05/2026 ના રોજ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ભાગ-બી ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૬૨૬૦૫૪૭/૨૦૨૬ હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(C), 20(B), 29 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, અંજાર વિભાગ તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સીસના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન માદક પદાર્થ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર આરોપી ગજુરામ અમરસિંગ યાદવ (ઉ.વ. 56), રહે. હાલે હનુમાન મંદિર પાસે, રેલ્વે સ્ટેશન પાસે, ગાંધીધામ તથા મૂળ રહે. ગામ ગાતાપાર, પો.સ્ટે. ઓરા, થાના બખારા, જીલ્લો ધમતરી (છત્તીસગઢ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જે. રાઠોડ, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી જે.ડી. પરમાર તથા પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top