કચ્છ જિલ્લા પંચાયતના નવા હોદેદારોના નામ લગભગ નક્કી,પ્રભાબેન હુણ પ્રમુખ, મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ બનશે

0
કચ્છ જિલ્લા પંચાયતના નવા હોદેદારોની વરણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે પ્રભાબેન હુણ (રબારી)નું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પ્રભાબેન ભીમાસર (ચકાસર) બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે અને પાર્ટી દ્વારા તેમના નામ પર મહોર મારવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજાનું નામ આગળ ચાલી રહ્યું છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે હરીશ ભંડેરીની વરણી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવશે.જિલ્લા પંચાયતમાં સત્તાધારી પાર્ટી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તમામ હોદેદારો બિનહરીફ જાહેર થવાની સંભાવના છે. આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં નવા હોદેદારોના નામોની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top