નાની ચિરઈમાં જૂની અદાવતમાં ઘાતક હુમલો, છરીના ઘા સાથે એક ગંભીર

0
ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે જૂની અદાવતને લઈ રાત્રિના સમયે થયેલા હુમલાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે. ફરીયાદ મુજબ છ જેટલા શખ્સોએ એક પરિવારના ઘરે ધસી જઈ ગાળો આપી ઝઘડો કરી હુમલો કર્યો હતો. દરમિયાન વચ્ચે પડેલા વ્યક્તિને છરીના ઘા ઝીંકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.ફરીયાદી સુમારભાઈ ઓસમાણભાઈ નાગડાએ ભચાઉ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૨૩/૦૫/૨૦૨૬ ના રોજ બપોરના સમયે મદીના મસ્જિદ ચોક ખાતે તેમના સાળાના દીકરા સાથે ગાળાગાળીનો બનાવ બન્યો હતો. આ મામલે સાંજના સમયે ફરીયાદી આરોપી રહીમ ગુલમામદ પરીટને સમજાવવા તેમના ઘરે ગયા હતા.
જોકે આ બાબતની અદાવત રાખી રાત્રિના સમયે આરોપીઓ ફરીયાદીના ઘરે પહોંચી ઝઘડો શરૂ કર્યો હતો.ફરીયાદ અનુસાર રાત્રિના આશરે ૮:૨૫ વાગ્યે રહીમ ગુલમામદ પરીટ, ઈકબાલ ગુલમામદ પરીટ અને હસન ગુલમામદ પરીટ ફરીયાદીના ઘરે આવી બૂમાબૂમ કરી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ થોડા સમયમાં હાજી ઉર્ફે ગઠ્ઠો અલારખા પરીટ, ઈરફાન હાજી ઉર્ફે ગઠ્ઠો પરીટ તથા ઇમરાન હાજી ઉર્ફે ગઠ્ઠો પરીટ પણ ત્યાં પહોંચી ગયા હતા. જેમાં એક આરોપી પાસે ધારિયું અને બીજા પાસે લોખંડની પાઈપ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઝઘડા દરમિયાન વચ્ચે પડેલા અકબર અયુબ ત્રાયા પર આરોપી રહીમ પરીટે ફેટામાંથી છરી કાઢી પેટના ભાગે તથા હાથના કાંડા પાસે ઘા મારી દીધા હતા. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલા અકબર અયુબ ત્રાયાને તાત્કાલિક ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ તમામ આરોપીઓએ ફરીયાદી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. ભચાઉ પોલીસે ભારતીય ન્યાય સંહીતાની વિવિધ કલમો તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top