કચ્છના નાનાં રણ વેણુ રણમાં ગેરકાયદેસર મીઠા પકવવાનો કાળો કારોબાર બેફામ !

0
કચ્છના નાનાં રણ વિસ્તારમાં આવેલા વેણુ રણમાં પાણીના બોરમાંથી મીઠા પકવવાનો ગેરકાયદેસર ધંધો ધમધમી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક પ્રભાવશાળી લોકો અને કંપનીઓના વચેટિયાઓ દ્વારા આ કારોબારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.ચર્ચા એવી પણ છે કે ઓશવાલ, સિલ્વર અને ક્રિષ્ન કંપની સાથે સંકળાયેલા કેટલાક વચેટિયાઓ દ્વારા ફોરેસ્ટ વિભાગના એક અધિકારીને દર મહિને અંદાજે ₹15 હજારનો હપ્તો પહોંચાડવામાં આવે છે, જેના કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઉભા થયા છે.વેણુ રણમાં ચાલી રહેલા આ કથિત ગેરકાયદેસર મીઠાના કારોબાર સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ કારોબાર સામે જવાબદાર વિભાગો કેમ મૌન છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ કાળો ધંધો ક્યારે બંધ થશે ? અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે ?ફોરેસ્ટ વિભાગ સમગ્ર મામલે ગહેરી ઊંઘમાં હોય તેવી ચર્ચાઓ હવે વધુ તેજ બની રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top