"NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

0
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર અને વેપારને નેસ્તનાબૂદ કરવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ તરફથી મળેલ સૂચના અનુસાર ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી. ઝાલા તથા ભચાઉ પોલીસ ટીમ દ્વારા NDPS સંબંધિત ગુનાઓ શોધવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા.તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અરજણભાઈ ચાવડાને મળેલ ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, હિંમતપુરા વિસ્તાર, ભચાઉ ખાતે રહેતો દાઉદ કાસમભાઈ નારેજા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.બાતમીના આધારે ભચાઉ પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર રેઈડ કરવામાં આવી હતી. દરમિયાન તપાસ કરતા આરોપીના કબજામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. જેથી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી:
દાઉદ કાસમભાઈ નારેજા (ઉ.વ. 49)
રહેવાસી – હિંમતપુરા વિસ્તાર, ભચાઉ
કુલ મુદ્દામાલ કિંમત:
રૂ. 4,80,250/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top