ભચાઉના વોંધમાં વેલો દેશી માંથી વિદેશી દારૂના વેપલામાં સક્રિય ! ભચાઉ પોલીસ કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન ???
May 16, 2026
0
ભચાઉ શહેર નજીક આવેલા વોંધ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂના વેપલાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિકોમાં ચર્ચાતી માહિતી મુજબ વેલો નામનો શખ્સ અગાઉ દેશી દારૂના વેપલામાં સંકળાયેલો હોવાનું કહેવાતું હતું, પરંતુ હવે તે વિદેશી દારૂના વેપલામાં સક્રિય બન્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વોંધ અને આસપાસના વિસ્તારોમાં ચોરી છૂપે વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે અને ચોક્કસ ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવાનો કારોબાર ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવતાં લોકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે અગાઉ દેશી દારૂના વેપલાથી ઓળખ બનાવનાર વેલો હવે વિદેશી દારૂના વેપલાથી મોટો નેટવર્ક ઉભું કરી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં શંકાસ્પદ અવરજવર વધતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે જો વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના વેપલાની ચર્ચાઓ ચાલી રહી છે તો સ્થાનિક પોલીસ સુધી આ માહિતી પહોંચી નથી કે પછી કોઈની રહેમ નજર હેઠળ આ વેપલો ચાલી રહ્યો છે? લોકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે ભચાઉ પોલીસ અને એલસીબી જેવી એજન્સીઓએ સમગ્ર મામલે ગુપ્ત તપાસ હાથ ધરી સત્ય બહાર લાવવું જોઈએ.દારૂબંધી વચ્ચે વધી રહેલા વિદેશી દારૂના વેપલાથી યુવાધન પર ખરાબ અસર પડી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં આવા તત્વો વધુ બેફામ બનશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.હવે જોવાનું રહ્યું કે ભચાઉ પોલીસ વોંધ વિસ્તારમાં ચાલી રહેલા આ કહેવાતા વિદેશી દારૂના વેપલાની ગંભીરતાથી તપાસ કરી કડક કાર્યવાહી કરે છે કે પછી સમગ્ર મામલો માત્ર ચર્ચાઓ સુધી જ સીમિત રહી જાય છે.
Tags
Share to other apps

