ભચાઉમાં દારૂના હાટડાનો બોલબાલો: પોલીસ નિષ્ક્રિય કે જનતા રેડ માટે તૈયાર?
May 02, 2026
0
ભચાઉ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના ગેરકાયદેસર વેપારને લઈ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં અંદાજે ૪૦થી વધુ દેશી તથા ૧૦થી વધુ વિદેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. જેના કારણે ભચાઉ શહેર દારૂના હબ તરીકે ઓળખાઈ રહ્યું છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં નાના-મોટા દારૂના હાટડા ધમધમી રહ્યા છે, છતાં પોલીસ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી નથી. વહેલી સવારે જો પોલીસ પેટ્રોલિંગ કરે તો અનેક જગ્યાએ દારૂના હાટડા નજરે પડે તેવી સ્થિતિ હોવાનું કહેવામાં આવે છે.કેટલાક લોકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મહીનાના ૨૨થી ૨૯ તારીખ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂના હાટડા પાસે હાજરી આપતા હોવાના દૃશ્યો જોવા મળે છે. આ મુદ્દે પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે.ખાસ નોંધનીય છે કે ભચાઉમાં નવા આવેલા અધિકારીને કડક છાપ ધરાવતા માનવામાં આવે છે, છતાં દારૂના હાટડાઓ સામે કડક કાર્યવાહી કેમ નથી થતી તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ દરમિયાન ભચાઉ બહારનું એક સંગઠન ટૂંક સમયમાં ગેરકાયદેસર દારૂના હાટડાઓ સામે “જનતા રેડ” કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જો આવું થાય તો સ્થાનિક તંત્ર માટે આ એક મોટો પડકાર બની શકે છે.સ્થાનિક નાગરિકો હવે આશા રાખી રહ્યા છે કે પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવશે અને શહેરમાં કાયદો-સૂવ્યવસ્થા જાળવશે.
Share to other apps

