ભચાઉ ગોકુળગામ પ્રોહીબીશન કેસમાં આરોપી નારણરામ દિપારામને આગોતરા જામીન મંજૂર

0
ભચાઉ તાલુકાના ગોકુળગામ (નાની ચીરઈ) વિસ્તારમાં નોંધાયેલા પ્રોહીબીશનના મહત્વપૂર્ણ કેસમાં આરોપી નારણરામ દિપારામને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.માહિતી મુજબ તા. ૨૬/૦૮/૨૦૨૩ના રોજ ભચાઉ પોલીસ દ્વારા ગોકુળગામ (નાની ચીરઈ) વિસ્તારમાં દરોડા દરમ્યાન કબ્જા ભોગવટાની ઓરડીના ગુપ્તખાના તેમજ ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૩૮૨ બોટલો (કિંમત રૂ. ૧,૫૮,૮૫૦), બિયર ટીન ૧૨૦ નંગ (કિંમત રૂ. ૧૪,૪૦૦), મોબાઈલ ફોન ૧ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦૦) તથા એક કાર (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦) મળી કુલ રૂ. ૧૨,૦૩,૨૫૦નો પ્રોહીબીશન મુદામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં આરોપી નં. ૧ સ્થળ પરથી ઝડપાયો હતો, જ્યારે વિજય નારણ ઝરૂ (રહે. ગોકુળગામ, નાની ચીરઈ) સ્થળ પરથી ફરાર હતો. આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ દરમ્યાન નારણરામ દિપારામનું નામ પણ બહાર આવ્યું હતું.ત્યારબાદ આરોપી નારણરામ દિપારામ દ્વારા તેમના વકીલ વિજયભાઈ પી. ગઢવી મારફતે ભચાઉની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી.ભચાઉના અધિક સેશન્સ જજ શ્રી અન્દલીપ તિવારી સાહેબે બંન્ને પક્ષોની દલીલો સાંભળી અંતે આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપી તરફથી વકીલ વિજયભાઈ પી. ગઢવી દ્વારા મજબૂત અને ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top