ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી ડી.ડી. ઝાલાની સૂચના અનુસાર પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશન ગુના નં. ૧૧૯૯૩૦૦૪૨૬૦૩૮૪/૨૦૨૬ મુજબ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૨૬(૨), ૧૪૦(૩), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા કુલ ૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપીઓમાં:
(૧) ખોડાનાથ નાગનાથ વાદી (ઉ.વ. ૨૧)
(૨) દેવનાથ નાગનાથ વાદી (ઉ.વ. ૨૩)
(૩) નાગનાથ સાહેબનાથ વાદી (ઉ.વ. ૫૩)
(૪) બિચ્છાનાથ સાહેબનાથ વાદી (ઉ.વ. ૩૫)
(૫) સચ્ચાનાથ સાહેબનાથ વાદી (ઉ.વ. ૪૨)
(બધા રહે. વાદીનગર, ભચાઉ-કચ્છ)
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી નીચે મુજબના વાહનો કબ્જે કરવામાં આવ્યા છે:
(૧) હ્યુડાઈ કંપનીની ક્રેટા કાર (GJ-18-BG-4447)
(૨) મહિન્દ્રા થાર (GJ-18-EA-6446)
(૩) હિરો HF ડિલક્સ મોટરસાઇકલ (GJ-12-DK-8461)
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.