ધોરણ-૧૨ પરિણામ ૦૪ મેના રોજ જાહેર થશે
May 02, 2026
0
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવી છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમ્યાન લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨)ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET-૨૦૨૬ તેમજ સંસ્કૃત મધ્યમના પરિણામો તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org� પર જઈને પોતાના બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને મેળવી શકશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ WhatsApp નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર તેમજ SR શાળાવાર મોકલવા અંગેની વિગતવાર માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર તેમજ પુનઃપરીક્ષા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે ગુણપત્રક સાથે શાળાઓને મોકલવામાં આવશે.આ બાબતે તમામ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિતોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.
Share to other apps

