પાણી વિના તરસતું બંધણી,સરપંચ પરબતભાઈ ક્યાં ગુમ?

0
ભચાઉ તાલુકાના બંધણી ગામમાં છેલ્લા દસ દિવસથી વધુ સમયથી પાણીની તંગી સર્જાતા ગ્રામજનો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણી માટે લોકો દરરોજ ત્રાહિમામ પોકારી રહ્યા છે અને મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામના સરપંચ પરબતભાઈ દ્વારા આ ગંભીર સમસ્યા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે સરપંચ હાલ અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાના કારણે ગામની સમસ્યાઓ અવગણાઈ રહી છે.ગ્રામજનોનું કહેવું છે કે પાણી જેવી આવશ્યક સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. સાથે જ ગામના રોડ-રસ્તાની હાલત પણ દિવસપ્રતિદિન ખરાબ બની રહી છે, જેનાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.સ્થાનિક લોકોએ તંત્રને વિનંતી કરી છે કે ગામમાં પાણી પુરવઠો નિયમિત કરવામાં આવે અને અન્ય મૂળભૂત સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવામાં આવે. ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓ અને સરપંચ પાસેથી તાત્કાલિક કામગીરીની માંગ ઉઠી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top