ભચાઉમાં ફરી સક્રિય થયો જગુદાદા! મધરાતે વિદેશી દારૂની હેરાફેરીનો ધમધમાટ, પોલીસ પર ઉઠ્યા સવાલો
May 03, 2026
0
ભચાઉ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. બે દિવસના આરામ બાદ બુટલેગર તરીકે ઓળખાતા જગુદાદા ફરી મેદાનમાં સક્રિય થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને ભચાઉથી વોંધ વચ્ચે મધરાત્રીના સમયમાં વિદેશી દારૂની અવરજવર સતત ચાલતી હોવાની ચર્ચા લોકમુખે ચાલી રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રીના સમયગાળા દરમિયાન વાહનો મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રવૃત્તિઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ છે કે પછી કોઈ કારણસર કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
વિસ્તારમાં લાંબા સમયથી ૪૦થી વધુ દેશી દારૂના હાટડા અને ૧૦થી વધુ વિદેશી દારૂના પોઇન્ટ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય જનતા વચ્ચે ચિંતા અને અસંતોષનો માહોલ સર્જાયો છે.સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જગુદાદા સામે હજુ સુધી પોલીસના રેકોર્ડમાં નોંધપાત્ર કાર્યવાહી કેમ થઈ નથી? શું તેના પાછળ કોઈ મજબૂત નેટવર્ક કાર્યરત છે? શું પોલીસ કોઈ મોટી કાર્યવાહી માટે બહારની ટીમની રાહ જોઈ રહી છે? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી ગેરકાયદેસર દારૂના વેપાર પર રોક લગાવી શકાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.
Tags
Share to other apps

