ભચાઉ પોલીસની ઊંઘ LCB એ બગાડી, વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 10, 2026
0
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ભચાઉ વિસ્તારમાંથી વિદેશી દારૂના જંગી જથ્થા ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ LCB ટીમે બાતમીના આધારે દરોડા પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ ભરેલ વાહન સહિત મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ભચાઉ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલતા હોવાની ચર્ચાઓ વચ્ચે LCB ની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.LCB દ્વારા ઝડપાયેલા આરોપી પાસેથી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભચાઉ પોલીસ મથક વિસ્તારમાં ફરી એકવાર દારૂના નેટવર્ક અંગે ચર્ચાઓ ગરમાઈ છે.
Share to other apps

