ભચાઉ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડના રાપર ધારાસભ્ય પર આકરા પ્રહારો
June 14, 2026
0
ભચાઉ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડે રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો છે કે રાપર અને ભચાઉ વિસ્તારમાં સરકારી કાર્યક્રમોના નામે ભાજપ પોતાના રાજકીય એજન્ડાને આગળ ધપાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.મનજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમો કોઈ એક રાજકીય પક્ષના પ્રચારનું માધ્યમ ન બનવા જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આવા કાર્યક્રમો ખરેખર સરકારના છે કે પછી રાજકીય પક્ષના, તે બાબતે જવાબદાર અધિકારીઓએ સ્પષ્ટતા કરવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે રાપર અને ભચાઉના ધારાસભ્યો સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે તે સ્વાભાવિક અને આવકારદાયક બાબત છે, પરંતુ કોઈ એક રાજકીય પક્ષ દ્વારા આવા કાર્યક્રમોને સંપૂર્ણપણે હડપ કરી પોતાના પક્ષના પ્રચાર માટે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે તે અંગે જનતામાં ચર્ચા ચાલી રહી છે.કોંગ્રેસ નેતાએ સરકારી કાર્યક્રમોની તટસ્થતા જાળવવા અને સરકારી મંચોનો રાજકીય લાભ માટે ઉપયોગ ન થાય તેની ખાતરી કરવા માંગ કરી છે.
Tags
Share to other apps

