અરોમા સ્પામાં દરોડો: ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસની ત્રાટકતી કાર્યવાહી

0
ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર આવેલ એક સ્પામાં મસાજ સેન્ટરની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બાતમીના આધારે ગોકુલ હોટેલ ખાતે આવેલા અરોમા સ્પા પર દરોડો પાડી તપાસ કરતા મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી. સમગ્ર મામલે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ-1956 હેઠળ ગુનો નોંધી બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.પોલીસના આ કડક પગલાંથી સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આવા ગેરકાયદેસર ધંધાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top